Thursday, 17 May 2018

" સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર..." "शिवाधिन" Mehul Brahmbhatt

©"शिवाधिन"

" સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર..."

સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...

વંદન તુજ ચરણ , મારી માઢની સિકોતર ...

વરસાવજે વ્હાલ માં ,  સ્નેહી સબંધી સબ પર ...

સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...

રક્ષા કરે તું માડી , ન લાગે માઢીયાને નજર ...

નીતીએ ચલાવજે , કર્મ કરી  મહેનતે બનાવજે મોટા ઘર ...

સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...

એક બાજું દાદો વિર બેઠોને , બીજી બાજું તલવાડીયો નાગ ...
માઢીયા બધા તારા આશિર્વાદે માડી બની રહે ' વાઘ '

સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...

માં...હું...નથી સદા કાંઈ....
તું બધું આલનારી મારી માઈ...

વિર કરે રક્ષા મારી , ગોગો કરે હરપલ  સહાય ...
રહે ક્રુપા ભવાની તારી  , બોલું સદા ઓમ નમ : શિવાય !!!

મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )