" હરિહર પ્રિય- જય માં ભવાની !! "
શ્રી ગણેશ ત્રિદેવ સર્વ દેવ જેને નમે ,
એ માં ભવાની , સદા મને બહુ ગમે ...!!!
હરિહરની ઈચ્છા એ જ માં ભવાની ..!!!
જેવા સાથે તેવા થવું પડે છે માટે જ..!!
ક્ષમાને લાયક છું ઘણી બાબતોએ.... !!
પણ "મુજને માફ કર માં ભવાની ....!!!
સત્ય હદયથી વંદન સાથે તુજને વિનવું...!!
ભૂલ ચૂક ક્ષમા "માફ કરો માં ભવાની..!!
જ્યાં મૂંઝાયો હું આપે જ મને રસ્તો બતાવ્યો ...!!
મુજનું માર્ગદર્શન કરતા રહેજો માં ભવાની ...!!
સુધારો સ્વ અધ્યાય કરતો રહીશ માં ભવાની ..!!
કૃપા આપની સદા જાળવજો માં ભવાની ...!!
નકારાત્મક્તા મૂજની નાશ કરો માં ભવાની...!!
હકારત્મક સુખી સક્ષમ બનાવજો માં ભવાની ..!!
વિશ્વાસ મુજનો સદાય સાચવજો માં ભવાની ...!!
આપ છો , આપ જ છો , આપ સદા રહેશો ...!!
રૂપ બદલતી રહે તું અનેક રૂપે મને મળતી...!!
તુજમાં હું છું અને મુજમાં તું માં ભળતી...!!
જે થઈ રહ્યું છે માં તારી ઈચ્છાએ થઈ રહ્યું છે. !!
જે થવાનું છે માં તારી કૃપાથીજ થવાનું છે.!!
માં દિલથી પ્રાર્થના નિરાશ ન કરશો માં ભવાની .!!
માં સાચવ્યો છે તે મને તું સદા મને સાચવજે. !!
માં ભવાની...માં ભવાની...માં ભવાની.....!!
આપના ચરણોમાં હમેશા વંદન માં ભવાની ...!!
- ® મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા,ડીસા)