Showing posts with label ડીસા ). Show all posts
Showing posts with label ડીસા ). Show all posts

Thursday, 17 May 2018

રાવણનો અહંકાર : "शिवाधिन" Mehul Brahmbhatt

" સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર..." "शिवाधिन" Mehul Brahmbhatt

©"शिवाधिन"

" સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર..."

સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...

વંદન તુજ ચરણ , મારી માઢની સિકોતર ...

વરસાવજે વ્હાલ માં ,  સ્નેહી સબંધી સબ પર ...

સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...

રક્ષા કરે તું માડી , ન લાગે માઢીયાને નજર ...

નીતીએ ચલાવજે , કર્મ કરી  મહેનતે બનાવજે મોટા ઘર ...

સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...

એક બાજું દાદો વિર બેઠોને , બીજી બાજું તલવાડીયો નાગ ...
માઢીયા બધા તારા આશિર્વાદે માડી બની રહે ' વાઘ '

સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...

માં...હું...નથી સદા કાંઈ....
તું બધું આલનારી મારી માઈ...

વિર કરે રક્ષા મારી , ગોગો કરે હરપલ  સહાય ...
રહે ક્રુપા ભવાની તારી  , બોલું સદા ઓમ નમ : શિવાય !!!

મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )

હરિનામ : "शिवाधिन" Mehul Brahmbhatt

Monday, 14 May 2018

આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !! "शिवाधिन" Mehul Brahmbhatt

  
આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!

©"शिवाधिन"

કહે મિત્ર ગુરુ ક્રિષ્ણા , સ્વાધ્યાયે મુજને .

આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!
સમય સાથે ,થોડો થજે"शिवाधिन" સ્વાર્થી.

અવરોધ આવશે ઘણા આ જીવનમાં જોજે !
મહેનત કરજે , ન આત્મવિશ્વાસ તું ખોજે .!!

કરવા વાળા કરશે ચર્ચાઓ , તારી હરપલ .!!
એ સ્વભાવ છે એમનો , તું તારુ કર્મ કરજે..!!

ન અટકજે  , ન હવે અલગ અલગ ભટકજે !
એક ક્ષેત્ર , સતત મહેનત , સફળતા મળશે.!!

અવરોધ કોઈ પણ હોય , ન ધ્યાન હવે તું આપ !
ન કર સ્પર્ધા કોઈ સાથે , તું જ તને ખુદને માપ !!

ઈર્ષા , અદેખાઈ , લોભ, લાલચ છે મન કેરા મેલ !!
ન ગમે  'શિવ'ને ,ન ઉગવા દેજે મનમાં એની વેલ !!

કહે ઈતિહાસ , નિષ્ફળતાજ સફળતાની છે ચાવી !!
જો મિત્ર મહેનત વગર , ક્યાંય નથી સફળતા આવી !!

ટાળજે તું ઝઘડા ખોટા , સમયજ વેડફાય છે. !!
અવરોધ બને સામેથી જો , અર્જુન તું થાય છે. !!

આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!
સમય સાથે ,થોડો થજે"शिवाधिन" સ્વાર્થી.!!

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )


એ કોણ હતી...!!!??? - મેહુલ બ્રહ્મભટ્ટ


  " એ કોણ હતી...!!!??? " ©"शिवाधिन"


નવલકથા પાત્રો 

મયુર બ્રહ્મભટ્ટ- ખેડૂત પુત્ર, IPS 
નેન્સી વિધાતા - મયુરની મિત્ર , 
નૈના બ્રહ્મભટ્ટ - ખેડા ડિસ્ટ્રિક્ટ મેનેજર, મયુર વાઇફ 
અરિહંત વિધાતા - વિધાતા બિલ્ડર્સ ગ્રુપ ચેરમેન 
શ્રી પાલ પટેલ - કલાર્ક, મયુર ફ્રેન્ડ 
રવિરાજ સિંહ , લવ , શેખર - મયુર કઝીન 
વિવેક ઈનામદાર - ADGP 



સોમવાર સવારના 4 વાગ્યા છે.

મયુર સુઈ રહ્યો છે. એનો સ્માર્ટ ફોન ચાર્જીંગમાં છે. અને એક ફોન આવે છે.......!!!!

" સારે જહાં સે અચ્છા , હિંદુસ્તાન હમારા....!!! "

મયુર સુતો છે. 26 દિવસથી સતત ખડે પગે ગાંધીનગરમાં " ગુજરાતને જાણો " પ્રોગ્રામાં  સેવા આપીને રવીવાર બપોરે ઘરે પાછો ફર્યો છે.
ગુજરાત સરકારે 5 દિવસની આરામ માટે રજા આપી છે.

થાકના કારણે મયુર સખત ઊંઘ લઈ રહ્યો છે.

ફોનમાં રીંગ વાગીને બંધ થઈ જાય છે.

વાતાવરણ એક દમ શાંત છે...!!!

પાંચ સેકંડ પછી , ફરીથી  રીંગ વાગે છે.

" સારે જહાં સે અચ્છા , હિંદુસ્તાન હમારા....!!! "

મયુરને ઊંઘમાં રીંગ સંભળાય છે...એ સુતા સુતા ફોન જોયા વગર રીસીવ કરે છે....

સામે થી અવાજ આવે છે.....

" હેલ્લો , જય હિંદ સર

....હેલ્લો ...હેલ્લો..સર....હેલ્લો...!!"

મયુરનો ફોન કાન પર હોય છે. અત્યારે પણ એ ઘોર નિંદ્રામાં જ છે...!!!

" હેલ્લો સર... હેલ્લો...!! "

મયુર : હ્મ્મ...કોણ ???

" સર. PSI દલવાડી સ્પીકીંગ  !!! એક અર્જંટ છે...!!! તમારે આવુંજ પડશે ...સોરી સર...પણ આવુંજ પડશે...!!

મયુર બેઠો થયો...શું થયુ દલવાડી. ???

PSI દલવાડી:  સર , પોલીસ સ્ટેશન આવો રુબરુ વાત કરીશ. !! પેલો કેસ રિપોર્ટ હાથમાંજ છે મારા  !!??

મયુર : રીપોર્ટ મળ્યો ???

PSI દલવાડી : હા , સર , પાક્કો છે ...!!!

હું એકજ કલાકમાં પહોંચું છું...!!!

મયુર નાઈટ ડ્રેસમાંજ પોતાની રિવોલ્વર અને આઈ કાર્ડ સાથે સેલ્ફ ડ્રાઇવ કરીને પોલીસ સ્ટેશન પહોંચે છે. !!!

શું રિપોર્ટ છે દલવાડી ? 

PSI દલવાડી : સર....

શું રિપોર્ટ છે દલવાડી ?

સુસાઈડ છે સર..??

સુસાઈડ કે મર્ડર ....?? 

( આ શરુઆત છે..." એ કોણ હતી..!! માં ....રાહ જુઓ...)

- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )




*દલવાડી PSI અને મયુર IPS પણ બન્ને આમજીવનમાં પાક્કા મિત્રો...છે વિવેક દલવાડી PSI છે વિવેક અને મયુર બંને રૂમમેટ વિવેક GPSC ની તૈયારી કરે છે તો મયુર UPSCની જ્યાં વિવેક વેપારી પરિવાર માંથી આવે છે ત્યાં મયુર ખેડૂત પરિવારમાંથી આવે છે પણ બન્ને વચ્ચે આર્થિક ભેદરેખા ન હતી...* ઉપરની માહિતી સાથે એક રિયાલિસ્ટિક HD ફોટો બનાવો 


 *એ વિવેક જ છે જે મયૂરને IPS બનવા માટે પ્રોત્સાહિત કરતો રહ્યો છે....*


*છે રોમેન્ટિક, થ્રિલર, સસ્પેન્સ, સ્ટોરી - એ કોણ હતી ?*

સોનેરી સાંજનો સમય હતો. આકાશમાં આછો ગુલાબી અને નારંગી રંગ રેલાયો હતો. ઠંડો, મંદ પવન ફૂંકાઈ રહ્યો હતો, જે બગીચાના ફૂલોની સુગંધ ચારેકોર ફેલાવી રહ્યો હતો. આ સુંદર માહોલમાં, એક ખૂણામાં મુકેલી લાકડાની બેંચ પર મયુર અને તેની ગર્લફ્રેન્ડ, નેન્સી બેઠા હતા. 


આખો બગીચો ગુલાબના છોડથી ભરેલો હતો – લાલ, ગુલાબી, પીળા, દરેક રંગના ગુલાબ મગ્ન થઈને હસી રહ્યા હતા.


મયુર નેન્સી તરફ જોઈને સ્મિત કરી રહ્યો હતો. તેના ચહેરા પર એક અનોખી શાંતિ હતી. તે બન્ને વચ્ચે ગાઢ મૈત્રી સાથે બંને એક બીજાને પસંદ પણ કરતા હતા આ મૈત્રી ધીમે-ધીમે પ્રેમના રંગે રંગાઈ રહી હતી.


નેન્સીએ પાછળ છુપાવેલો હાથ આગળ કર્યો. તેના એક હાથમાં એક ખૂબ જ સુંદર, ડાર્ક બ્રાઉન કલરનું પુસ્તક હતું. અને બીજા હાથમાં એક સિંગલ લાલ ગુલાબ હતું.
"હેપ્પી બર્થડે, મયુર!" નેન્સીએ પોતાના મધુર અને કોમળ અવાજમાં કહ્યું. નેન્સીના ચહેરા પર એક શરમાળ સ્મિત હતું, જે તેના ગોળ ચહેરાને વધુ સુંદર બનાવી રહ્યું હતું.UPSCના સ્ટ્રેસમાં મયુરને પોતાના બર્થ ડે દિવસ પણ ખાસ ન હતો લાગતો. પણ નેન્સી તો મયૂરની નાની નાની બાબતો ધ્યાન રાખતી.

પુસ્તક અને ગુલાબ લેતા. થોડા નર્વસ અવાજે મયુરે કહ્યું "થેન્ક્યુ, નેન્સી!!!"

મયુર ગુલાબ સાથે પુસ્તક તરફ જોયું. તે "just friends" નામનું પુસ્તક હતું, જે નેન્સીને ખૂબ ગમતું હતું.

"હું આ પુસ્તક વાંચવા માંગતો હતો," મયુરે કહ્યું. "મેં સાંભળ્યું છે કે આ ખૂબ જ સુંદર મૈત્રીની વાર્તા છે."
"હા, છે!" નેન્સીએ કહ્યું. "મેં તે બે વાર વાંચ્યું છે. અને દરેક વાર મને કઈંક નવું શીખવા મળ્યું છે."તે પછી તે બન્ને પુસ્તકની વાર્તાઓ વિશે વાત કરવા લાગ્યા. 


વાતચીત આગળ વધતી ગઈ તેમ-તેમ તેઓ એકબીજાની જિંદગીની વાતો કરવા લાગ્યા. 


મયુરે નેન્સીને પોતાના સપના અને આકાંક્ષાઓ વિશે કહ્યું UPSC - IPS બસ મયુરના વિચારોમાં માત્ર રાષ્ટ્રહિતનિજ ચર્ચા... નેન્સીને મયૂરની આ સાદગી વધુ ગમતી જેમાં તે સ્વ કરતાં સમાજની ચર્ચા વધુ કરતો.


સાંજનો સમય થઈ રહ્યો હતો. અંધકાર છવાઈ ગયો હતો. પણ તેમના મનમાં એક અનોખો પ્રકાશ હતો. મૈત્રીરૂપી પ્રેમનો પ્રકાશ.


"મારે ઘરે જવું પડશે," નેન્સીએ કહ્યું.

શું લઈને આવી છો ? મયુરે પૂછ્યું કાર કે એક્ટિવા ?

 નેન્સીએ કહ્યું કાર...

ok તો સાચવીને જજે.. મયુરે કહ્યું ok By...

By mayur 

તેઓ ઊભા થયા, અને બગીચાના રસ્તા પરથી ચાલવા લાગ્યા. એકબીજાની ખૂબ નજીક. એકબીજાના હૃદયને ધબકતા સાંભળતા હતા. ધબકારા

ડીસાનું અર્થતંત્ર : "शिवाधिन" મેહુલ બ્રહ્મભટ

"शिवाधिन" મેહુલ બ્રહ્મભટ ની રચનાઓ : ભાગ 2 , "शिवाधिन" Mehul Brahmbhatt