Monday, 14 May 2018

મુશાળો તું નાગ છે..."शिवाधिन" Mehul Brahmbhatt


મુશાળો તું નાગ છે. "शिवाधिन"
મારા માઢનો મોભી દાદો વાઘ છે...

રક્ષા કરે બંધાઈ એક વચને વડવાઓની માઢમાં...

તુંજ અમારો માઢીયાઓનો દાદા તારણહાર છે...

વાહ રે ગોગા...!! વાહ...!!!

બધાને કર્યા મહેલ જેવા મોટા મકાન અને  ઘર ...
પછી જ દાદા હુકમ કર્યો કે,
" માઢીયાઓ હવે મારુ મંદીર કર .."

લીધી કુંવાસીની રમેલ દાદા તે પહેલા પ્રથમ...!!
ડંકો વગાડ્યો સમાજમાં તે માઢીયાઓનો હરદમ...!!

વ્હાલ વરસાવજે દાદા સદાય અમારા પર...!!
અમને તો વિશ્વાસ સદાય દાદા તારા ઉપર...!!

છે ઘણી ભૂલો માઢીયામાં દાદા તું જે જુએ છે...

દુર કરજે મનના મેલ ઈર્ષા , અદેખાઈ , લાલચ , અંહકાર !!

જો ન માને  પ્રેમથી તો દાદા તારો કડક વલણ રાખજે...!!!

ખોટુ લગાડ્યા વગર દાદા માઢીયાઓનું..!!

હવે તું જ માઢને સંભાળજે ...!!!

હવે તો તુંજ માઢીયાઓને સાચવજે , ...!!!

હવે તો તુંજ માઢીયા પર વ્હાલ વરસાવજે...!!

મન વાંચે છે બધાના તું.મન મેલાને સદબુધ્ધી આપજે.!!

કાવતરા ઘણા થ્યાં માઢ પર દાદા..
કાવતરાખોરોને તું તારો પરચો કરાવજે ...!!

તું અમારો મોટો માઢીયો પ્રથમ સદાય રહશે....

પેઢી દર પેઢી સેવા માઢીયા તારી સદાય કરશે...!!

તારી મિઠી નજર માઢીયા સાથે સ્નેહી , સબંધીઓ પર રાખજે ...!! એકતા અમારી તું દાદા સાચવજે...!!!

તું જ ચરણ વંદન સદા તું જ મારું સ્વાભિમાન ગોગા...

કરું છું હું એજ દાદા જે કરાવે છે તું..!!
બાકી હું માત્ર માધ્યમ , કર્તા તું , કર્મ તું..!!

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )