"शिवाधिन"
વંદન , વંદન ,વંદન તુજ ચરણ માં સિકોતર ..
શું તારા વખાણ કરુ માં સિકોતર
તારી આંખોમાંથી વરસે વ્હાલ માં ..
મુખ તારુ સુંદર એ ભવાની...!!
વાળ તારા જાણે વિજળીનો ચમકારો...!!
શોભે ત્રીશુલ હાથમાં માં તમારી...
તું સદાય રક્ષા કરતી માં અમારી...
સારા વિચારો આપજે માં....
કર્મ કરી મહેનતે ધન વરસાવજે માં...
ન મફતનું ખાઉ કોઈનું...લુણ ન ચડવા દેતીમાં...
ચાલું જ્યારે પણ , તું આગળ થાજે માં...
વંદન , વંદન , વંદન તુજ ચરણમાં મારી સિકોતર...
તારી સેવાનો તે મોકો આલ્યો ,
હવે સેવા કરવાની શક્તિ આપજે માં....
વંદન , વંદન ,વંદન તુજ ચરણ માં સિકોતર ..
સદાય હસતી રે અમારી સિકોતર ,
માઢીયા , સ્નેહી સબંધીને હસતા રાખજે માં...!!
નિકાભુવાજી કરે સેવા તમારી ,
માઢમાં રહે સદાય દયા તમારી. !!
વંદન , વંદન ,વંદન તુજ ચરણ માં સિકોતર ..
જય ભવાની...જય બ્રહ્માંણી ..
- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )