Monday, 14 May 2018

આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !! "शिवाधिन" Mehul Brahmbhatt

  
આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!

©"शिवाधिन"

કહે મિત્ર ગુરુ ક્રિષ્ણા , સ્વાધ્યાયે મુજને .

આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!
સમય સાથે ,થોડો થજે"शिवाधिन" સ્વાર્થી.

અવરોધ આવશે ઘણા આ જીવનમાં જોજે !
મહેનત કરજે , ન આત્મવિશ્વાસ તું ખોજે .!!

કરવા વાળા કરશે ચર્ચાઓ , તારી હરપલ .!!
એ સ્વભાવ છે એમનો , તું તારુ કર્મ કરજે..!!

ન અટકજે  , ન હવે અલગ અલગ ભટકજે !
એક ક્ષેત્ર , સતત મહેનત , સફળતા મળશે.!!

અવરોધ કોઈ પણ હોય , ન ધ્યાન હવે તું આપ !
ન કર સ્પર્ધા કોઈ સાથે , તું જ તને ખુદને માપ !!

ઈર્ષા , અદેખાઈ , લોભ, લાલચ છે મન કેરા મેલ !!
ન ગમે  'શિવ'ને ,ન ઉગવા દેજે મનમાં એની વેલ !!

કહે ઈતિહાસ , નિષ્ફળતાજ સફળતાની છે ચાવી !!
જો મિત્ર મહેનત વગર , ક્યાંય નથી સફળતા આવી !!

ટાળજે તું ઝઘડા ખોટા , સમયજ વેડફાય છે. !!
અવરોધ બને સામેથી જો , અર્જુન તું થાય છે. !!

આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!
સમય સાથે ,થોડો થજે"शिवाधिन" સ્વાર્થી.!!

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )