"મહાભારતમા બે ખાસ મિત્રો" : - " शिवाधिन "
1. કર્ણ અને દુર્યોધન
2. ક્રિષ્ણા અને અર્જુન
સત્ય કર્ણ પણ જાણતો હતો.પણ "મોટા થવાની ઈચ્છામા" તે દુર્યોધનને ન રોકી શક્યો કે ન સમજાવી શક્યો.માત્ર ગુલામ મિત્રની જેમ દુર્યોધનની દરેક 'હા 'મા 'હા' મિલાવતો ગયો.અને .રાજા પણ બન્યો.ધન મળતા દાતા પણ બન્યો.પણ.સત્ય ન સમજી શક્યો.ન સમજાવી શક્યો. કદાચ દુર્યોધન કર્ણનો ઉપયોગ જાણતો હતો અને કર્ણ દુર્યોધનની જરુરીયાત.
ક્યાંક મિત્રતામા " સ્વાર્થ " હતો...
જ્યારે ક્રિષ્ણાએ અર્જુનને દરેક વાતે ટકોર કરતા હતા.ગુસ્સો પણ કરતા હતા.અને સત્ય સમજાવતા પણ હતા.અર્જુન ક્રિષ્ણાને જાણતો હતો.માનતો હતો.
એટલે કે વિશ્વાસ હતો ક્રિષ્ણા પર.
અર્જુનને રાજા હોવા છતા પણ વનવાસ ભોગવવો પડ્યો હતો.છતા પણ ક્રિષ્ણાએ તેમનો સાથ ન હતો છોડ્યો.એ હતી સાચી મિત્રતા....
એક રાજા હોવા છતા પણ અર્જુનના સારથી બન્યા હતા...
અર્જુન અને ક્રિષ્ણાની મિત્રતામા સ્નેહ ,
લાગણી , પ્રેમ અને વિશ્વાસ હતો.......
==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==