Tuesday, 27 June 2017

છે આદત આ ગુણકારી ... "शिवाधिन" Mehul Brahmbhatt

છે આદત આ ગુણકારી  ...   ©"शिवाधीन" 

      ઓછુ બોલો , વધુ સાંભળો
                          છે આદત આ ગુણકારી
      ઓછા ખર્ચા , વધુ બચત
                          છે આદત આ લાભકારી
      ભુલો ભુતકાળ , ના વિચારો ભવિષ્ય
                              બનાવો વર્તમાન સારી
      ઓછો લોભ , ઓછી લાલચ
                         છે આદત સુખ આપનારી
      કરો હરીફાઈ , માત્ર "સ્વ" સાથે
                              બનો  ક્રિષ્ના  કર્મધારી
      ગુસ્સો , ઈર્શા , અંહકાર
                            છે આદત નુક્શાન કારી
      દારુ , જુગાર અને માંસાહાર
                           બરબાદ  કરે  બુદ્ધિસારી
     'હરિહર' મા રાખો વિશ્વાસ
                   મહાદેવ સાથે રાખો ક્રિષ્ણા યારી

   == મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા ) ==

Wednesday, 14 June 2017

ક્યારે માણસ હેરાન થાય ??  "शिवाधिन" Mehul Brahmbhatt

ક્યારે માણસ હેરાન થાય ??  " शिवाधिन "

ક્યારે પકડવી જીદ ? અને ક્યારે  છોડવી જીદ ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કરવો ગુસ્સો ? અને ક્યારે રહેવુ શાંત ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે બોલવુ સાચુ? અને કોની સામે બોલવુ સાચુ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કરવી મહેનત ?અને ક્યારે કરવા જલસા?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કઈ વાત રાખવી રહષ્ય ?અને કયારે રાખવી રહષ્ય ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કઈ વાતની કેટલી કિંમત ?અને કઈ વાતમા સમય ન વેડફવો ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કોની સલાહ સ્વિકારવા જેવી ?અને કોની વાત કાને ન ધરવા જેવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કોને પોતાના સમજવા ?અને કોનાથી દુરી રાખવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યાં કેટલા ખર્ચ કરવા ?અને ક્યારે કેટલી બચત કરવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કોના પર વિશ્વાસ મુકવો ? અને ક્યારે કોના પર ભરોસોન રાખવો?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

વધુ પડતી લાલચ , વધુ પડતી લાગણી , વધુ પડતો વિશ્વાસ , વધુ પડતો ગુસ્સો , વધુ પડતી મહત્વકાંક્ષાઓ અને તે પ્રમાણે મહેનતનો અભાવ !!
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

 
    ==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==

Thursday, 8 June 2017

ગુરુદેવ ક્રિષ્ણા...."शिवाधिन" Mehul Brahmbhatt

                       " शिवाधिन "

       વિધાર્થી  છે  અર્જુન અને  ગુરુદેવ ક્રિશ્ન
       પુછતા જવાબ મળે ઉકેલાય ઘણા  પ્રશ્ન
   
    ==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==