Thursday, 17 May 2018
" સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર..." "शिवाधिन" Mehul Brahmbhatt
©"शिवाधिन"
" સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર..."
સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...
વંદન તુજ ચરણ , મારી માઢની સિકોતર ...
વરસાવજે વ્હાલ માં , સ્નેહી સબંધી સબ પર ...
સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...
રક્ષા કરે તું માડી , ન લાગે માઢીયાને નજર ...
નીતીએ ચલાવજે , કર્મ કરી મહેનતે બનાવજે મોટા ઘર ...
સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...
એક બાજું દાદો વિર બેઠોને , બીજી બાજું તલવાડીયો નાગ ...
માઢીયા બધા તારા આશિર્વાદે માડી બની રહે ' વાઘ '
સિકોતર સિકોતર , મારી માઢની સિકોતર...
માં...હું...નથી સદા કાંઈ....
તું બધું આલનારી મારી માઈ...
વિર કરે રક્ષા મારી , ગોગો કરે હરપલ સહાય ...
રહે ક્રુપા ભવાની તારી , બોલું સદા ઓમ નમ : શિવાય !!!
મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )
Tuesday, 15 May 2018
Monday, 14 May 2018
આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !! "शिवाधिन" Mehul Brahmbhatt
આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!
©"शिवाधिन"
કહે મિત્ર ગુરુ ક્રિષ્ણા , સ્વાધ્યાયે મુજને .
આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!
સમય સાથે ,થોડો થજે"शिवाधिन" સ્વાર્થી.
અવરોધ આવશે ઘણા આ જીવનમાં જોજે !
મહેનત કરજે , ન આત્મવિશ્વાસ તું ખોજે .!!
કરવા વાળા કરશે ચર્ચાઓ , તારી હરપલ .!!
એ સ્વભાવ છે એમનો , તું તારુ કર્મ કરજે..!!
ન અટકજે , ન હવે અલગ અલગ ભટકજે !
એક ક્ષેત્ર , સતત મહેનત , સફળતા મળશે.!!
અવરોધ કોઈ પણ હોય , ન ધ્યાન હવે તું આપ !
ન કર સ્પર્ધા કોઈ સાથે , તું જ તને ખુદને માપ !!
ઈર્ષા , અદેખાઈ , લોભ, લાલચ છે મન કેરા મેલ !!
ન ગમે 'શિવ'ને ,ન ઉગવા દેજે મનમાં એની વેલ !!
કહે ઈતિહાસ , નિષ્ફળતાજ સફળતાની છે ચાવી !!
જો મિત્ર મહેનત વગર , ક્યાંય નથી સફળતા આવી !!
ટાળજે તું ઝઘડા ખોટા , સમયજ વેડફાય છે. !!
અવરોધ બને સામેથી જો , અર્જુન તું થાય છે. !!
આ કર્મ યુદ્ધમાં , જો તું જ તારો સારથી !!
સમય સાથે ,થોડો થજે"शिवाधिन" સ્વાર્થી.!!
- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )
એ કોણ હતી...!!!??? - મેહુલ બ્રહ્મભટ્ટ
" એ કોણ હતી...!!!??? " ©"शिवाधिन"
સોમવાર સવારના 4 વાગ્યા છે.
મયુર સુઈ રહ્યો છે. એનો સ્માર્ટ ફોન ચાર્જીંગમાં છે. અને એક ફોન આવે છે.......!!!!
" સારે જહાં સે અચ્છા , હિંદુસ્તાન હમારા....!!! "
મયુર સુતો છે. 26 દિવસથી સતત ખડે પગે ગાંધીનગરમાં " ગુજરાતને જાણો " પ્રોગ્રામાં સેવા આપીને રવીવાર બપોરે ઘરે પાછો ફર્યો છે.
ગુજરાત સરકારે 5 દિવસની આરામ માટે રજા આપી છે.
થાકના કારણે મયુર સખત ઊંઘ લઈ રહ્યો છે.
ફોનમાં રીંગ વાગીને બંધ થઈ જાય છે.
વાતાવરણ એક દમ શાંત છે...!!!
પાંચ સેકંડ પછી , ફરીથી રીંગ વાગે છે.
" સારે જહાં સે અચ્છા , હિંદુસ્તાન હમારા....!!! "
મયુરને ઊંઘમાં રીંગ સંભળાય છે...એ સુતા સુતા ફોન જોયા વગર રીસીવ કરે છે....
સામે થી અવાજ આવે છે.....
" હેલ્લો , જય હિંદ સર
....હેલ્લો ...હેલ્લો..સર....હેલ્લો...!!"
મયુરનો ફોન કાન પર હોય છે. અત્યારે પણ એ ઘોર નિંદ્રામાં જ છે...!!!
" હેલ્લો સર... હેલ્લો...!! "
મયુર : હ્મ્મ...કોણ ???
" સર. PSI દલવાડી સ્પીકીંગ !!! એક અર્જંટ છે...!!! તમારે આવુંજ પડશે ...સોરી સર...પણ આવુંજ પડશે...!!
મયુર બેઠો થયો...શું થયુ દલવાડી. ???
PSI દલવાડી: સર , પોલીસ સ્ટેશન આવો રુબરુ વાત કરીશ. !! પેલો કેસ રિપોર્ટ હાથમાંજ છે મારા !!??
મયુર : રીપોર્ટ મળ્યો ???
PSI દલવાડી : હા , સર , પાક્કો છે ...!!!
હું એકજ કલાકમાં પહોંચું છું...!!!
મયુર નાઈટ ડ્રેસમાંજ પોતાની રિવોલ્વર અને આઈ કાર્ડ સાથે સેલ્ફ ડ્રાઇવ કરીને પોલીસ સ્ટેશન પહોંચે છે. !!!
શું રિપોર્ટ છે દલવાડી ?
PSI દલવાડી : સર....
શું રિપોર્ટ છે દલવાડી ?
સુસાઈડ છે સર..??
સુસાઈડ કે મર્ડર ....??
( આ શરુઆત છે..." એ કોણ હતી..!! માં ....રાહ જુઓ...)
- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )
ધારી લેવા કરતા પુછી લેવું : "शिवाधिन" Mehul Brahmbhatt
જય અંબે મિત્રો.
" ધારી લેવું એના કરતા પુછી લેવું સારુ "
મારી કોલમ કટાર લેખન , મારી કવિતાનો ઉદેશ કોઈ મિત્ર , સ્નેહી કે સબંધીનું મન દુખ કરવાનો નથી
કટાર લેખન કોલમને પાંચ વર્ષ થવા આવ્યા છે. કટાર લેખનમાં એવા શબ્દો છે. જે કટાર જેવા ધારદાર હોય છે. કટાર લેખનમાં વર્તમાન પરીસ્થિતિ વિષે લેખ લખવામાં આવે છે. જે વાંચનાર વ્યક્તિને એવુંજ લાગે કે આ લેખ તેના પર લખાયો છે. પણ હકિકતમાં એ લેખ સમાજીક મુદ્દા પર લખાયેલો હોય છે.
કટાર લેખન કોઈ એક વ્યક્તિ , મિત્ર કે સબંધી ઉપર નથી લખવામાં આવતો કટાર લેખનનો લેખ સમાજના દુષણો ઉપર તેમજ ઈતિહાસ સાથે વર્તમાન પરિસ્થિતિ પર લખવામાં આવે છે.
દા.ત : " ડીગ્રી મેળવ્યા પછી બેરોજગારી "
કટાર લેખન વાંચતી વખતે કોઈ મિત્ર , સ્નેહી કે સબંધીને મનમાં કોઈ પ્રશ્ન થાય તો પર્સનલમાં મેસેજ કરીને પુછી શકે છે.