Tuesday, 16 October 2018

એ જોગી સદા મહાન છે !! "शिवाधिन" Mehul Brahmbhatt

એ જોગી સદા મહાન છે !!"शिवाधिन" 

એ જોગી બહું મહાન છે !
આપીને એ ખુશ થાય છે !
ભક્તોના સુખે હરખાય છે !
એ જોગી બહું મહાન છે !
અન્નપુર્ણા પાસે ભિક્ષા માંગે છે !
ભક્તોને બત્રીસ પકવાન આપે છે !
એ જોગી બહું મહાન છે !
એ ઝેર પોતાની પાસે રાખે છે !
બધાને અમ્રુત આપે છે !
એ જોગી બહું મહાન છે !
પોતે વાઘની ખાલ પહેરે છે !
શિષ્યોને પિતાંબર આપે છે !
એ જોગી બહું મહાન છે !
બધુ એમનું છે છતા પણ અંહકાર નથી !
બધા એમના છે એમનામાં ભેદભાવ નથી !
એ જોગી બહું મહાન છે !
એ ભોળામાં ભોળા ભગવાન છે !!
એ જોગી મારા દયાળું ભોલેનાથ છે !

જોગી તુજ સંતાન 'મેહુલ'  સદા આધીન તમારા
હર પલ યાદ કરું દાદા ,સદા સાથે રહજો  મારા!
મહેનતની શક્તિ સફળતા અને સિદ્ધી આપજો !
અંહકાર , ગુસ્સો , આળસ , ઈર્ષા દુર રાખજો !

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )

Wednesday, 10 October 2018

મારી બા !!! "शिवाधिन" Mehul Brahmbhatt


જસબા બા .હંમેશા હસતો ચહેરો..."शिवाधिन"  

મારી બા !!!

મહેરુસિંહ બ્રહ્મભટ્ટ (આસેડા)ના ઘરે જન્મ  બધા ભાઈ બહેનોમાં મોટી બહેન અને મહેરુજીનો " મોટો દિકરો " એટલે જસબા બા !

મોટો દિકરો એટલા માટે જ્યારે સમાજમાં દિકરીઓના જન્મની  સાથે દુખી થતા અને નિસાસો નાખતા એ સમયમાં મહેરુજીના પરીવારમાં દિકરીને દિકરાના તોલે ગણીને દિકરા જેટલુંજ મહત્વ મળેલ.

જસબા બાને મહેરુજી કહેતા " મારો દિકરો છે દિકરો " ...!!!

મહેરુજીએ જસબા બાને એક દિકરાની જેમજ તાલીમ આપેલી. ઘોડે સવારી , તલવાર બાજી , રાઈફલ શુટીંગ અને ખેતી શિખવાડેલી !!

જસબા બાનાઘડતરમાં એક દિકરીના ગુણો સાથે દિકરાની હિંમત આપવાનું કામ મહેરુજીએ કરેલું....!

ડર , ભય , ચિંતા તો ક્યારેય જોવા નથી મળેલા જસબાની અંદર ....!!

હંમેશા હિંમત , શૌર્ય , મહેનત , ક્રિષ્ણા ભક્તિ , એક સખત પરીશ્રમ જોવા મળેલો !!!

જસબા એટલે એક આજ્ઞાકારી પુત્રી , !
જસબા એટલે એક મોટાભાઈ જેવી બહેન !
જસબા એટલે એક  આદર્શ અને હિમંતવાન પત્ની !
જસબા એટલે એક  મહેનતું પ્રેમાળ માં !
જસબા એટલે એક માર્ગદર્શક મિત્ર જેવી દાદી !
જસબા એટલે એક  મદદકર્તા મિત્ર !
જસબા એટલે માનવતા !! મે જોઈ છે....!!

" ખવરાયે કદી ખુટે નહી ની  નીતી બાળકોને  સંસ્કારમાં આપનાર એટલે " જસબા "

આધુનીક વિચારધારામાં માનનાર !
ક્રિષ્ણામાં માનનાર એટલે જસબા..બા ..!!!

એની એક વાત ....

" ખોળીયું બદલાય છે.શરીર બદલાય છે.
પણ આત્મા નહી ! આત્મા અમર છે.
એ ફરીથી જન્મ લે છે. !!! " એ ભગવદ ગીતા જાણતી હતી !!

સહનશક્તિ એની સખત હતી !!

એ અલગજ હતી !!

એ પીડામાં પણ હસતી જેથી બીજાના ચહેરા રડે નહી !

એ બધુંજ જાણતી હતી , !

એ બધાનેજ ઓળખતી હતી !

એને બધીજ ખબર હતી !

કોણે કેટલું કહેવાથી કેવી  સંબંધો પર અસર થશે એ જાણતી હતી !!

માટે ઠપકા એમણેજ આપતી જે એના ઠપકા પચાવી શકે !!

એ જેને જેવું ગમે એવુંજ પિરસતી હતી !!

પણ એ એકાંતે ચોક્કસ " કાનમાં ઘણું " કહેતી હતી !!

તમે મળેલા એમને ....!!!  ?? એ નિખાલસ હતી ! ! એ હકારાત્મક હતી !

હંમેશા એના સ્વભાવને તમે યાદ કરશો !!

- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )

Wednesday, 26 September 2018

કટાર લેખન :  માણસની મુખ્ય ફરજ ( Mehul Brahmbhatt )

"शिवाधिन"
કટાર લેખન :  માણસની મુખ્ય ફરજ ( મારા મુજબ )

જે દેશમાં જન્મ્યા છીએ એ દેશના માન અને સન્માન સાથે જીવવું જોઈએ અને દેશના આર્થીક , સામાજીક , અને સાંસ્ક્રુતીક પ્રગતીમાં સહકાર આપવો જોઈએ.

1. જન્મ આપનાર અને સ્વની અવગણના કરી અને સંતાનને  યથાશક્તિ મદદ કરનાર " માં - બાપ "ની સાચવવા . ( તમે માં કે બાપ બનો છોં ત્યારે આ વાત સમજાય છે. સમય સાથે વિચારોમાં તફાવત આવે છે.જનરેશન ગેપ આવે છે એ ગેપને આપણે સમજવો જોઈએ )

2. સ્વની એટલે કે પોતાની "તમેં તમારા થાઓ " સ્વની અવગણના ન કરવી અને દુર્ગુણો ન આવવા દેવા.

3. જે વ્યક્તિએ તમારા પર પુરેપુરો વિશ્વાસ મુકીને બીજા પોતાનું ઘર છોડી અને તમારા ઘરને પોતાનું બનાવ્યું છે તે પત્ની ..( વિચારોમાં ભેદ હોય , પણ વિશ્વાસ અને લાગણીમાં ભેદ ન હોવો જોઈએ )

4. તમારા બાળકો જેમણી સંસ્કારથી લઈને શિક્ષણ સુધીની જવાબદારી તમારી છે. અને એના ભવિષ્યનું નિર્માણ તમારો સ્વભાવ , વિચારો અને આદતો કરશે. ( યાદ રાખજો તમારા અને તમારા બાળકો વચ્ચે ચોક્ક્સથી એક જનરેશન ગેપ આવશે જે તમારા અને તમારા પિતા વચ્ચે આવ્યા હશે. )

5. પરીવારની સાથે મુખ્ય જવાબદારી છે તમારું કુટુંબ અને એ મિત્રોંની જેમણે તમને હંમેશા હકારાત્મક સપોર્ટ કર્યો હોય ! તમારા વિકાસમાં ફાળો આપ્યો હોય , તમને તકલીફમાં સાથે રહ્યા હોય ! ( કુંટુંબમાં ચોક્કસથી એકતાની ભાવના હોવી જોઈએ , એક્ બીજાના સપોર્ટમાં હોય એજ કુટુંબ , પરીવાર કહેવાય છે. સ્વાર્થથીં ક્યારેય કુટુંબ કે પરીવાર નથી બનતા માત્ર અમુક સમય સુધીના સંબંધોજ બને છે. જે સ્વાર્થ પુરો થતા અંત આવે છે. )

6. તમારું ગામ અનેં તમારો સમાજ  જે ગામે રહેવા ઘર આપ્યુ અને જે સમાજના નામે ઓળખાવ છો એ  ગામ અને એ સમાજના વિકાસમાં હકારાત્મક ફાળો આપવો જોઈએ .( હકારાત્મક ફાળો એટલે જેનાથી કોઈને નુકશાન થયા વગર , કોઈનો હક્ક છિનવ્યા વગર તમારો હક્ક મળે , દેશને ફાયદો થાય )

7. માનવતા અને સર્વધર્મ સમભાવ એ આપણા માણસ હોવાની નીશાની છે. નકારાત્મકતાનો વિરોધ હોવો જોઈએ હકારાત્મક વિચારોનો સપોર્ટ કરવો જોઈએ. (વન , પર્યાવરણ , વન્ય જીવ સરક્ષણ વગેરેને )

" એ ઈશ્વર એક જ છે. યાદ રાખજો એને આપણને બનાવતાં કોઈ ભેદભાવ નથી કર્યા આપણે એમને જે રીતે જાણ્યા એજ રીતે સ્વિકાર્યા "

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )

Friday, 14 September 2018

51 શક્તિપીઠ

ભગવાન શિવજી જ્યારે સતીના દેહત્યાગથી વિહવળ થઈ ગયા ત્યારે સતીનું શબ હાથમાં લઈને પૃથ્વી પર ઉલ્કાપાત મચાવી દીધો. પત્ની વિયોગમાં ડૂબી ગયેલા શિવને બહાર કાઢવા માટે વિષ્ણુએ દેવી સતીના શરીરના સુદર્શન ચક્ર થી અનેક ટુકડા કરી નાંખ્યા. તે પૃથ્વી પર વિવિધ જ્ગ્યાઓએ પડ્યાં. તે જ્યાં જ્યાં પડ્યાં ત્યાં શક્તિપીઠ અસ્તિત્વમાં આવી. શક્તિપીઠ માત્ર ભારતમાં જ નહિં પડોશી દેશો પાકિસ્તાન અને બાંગ્લાદેશ, લંકા, નેપાળમાં પણ આવેલી છે. . તો ચાલો આ ૫૧ શક્તિપીઠ વિષે જાણકારી મેળવીએ …

1. હિંગળાજ માતા – કરાચી (પાકિસ્તાન)
2. નૈનાદેવી મંદિર – બિલાસપુર (હિમાચલપ્રદેશ)
3. સુનંદા – બાંગ્લાદેશ
4. મહામાયા – પહલગાંવ (કાશ્મીર)
5. જ્વાલા જી(અંબિકા)- કાંગડા (હિમાચલપ્રદેશ)
6. ત્રિપુર માલિની – જલંધર (પંજાબ)
7. અંબાજી – આરાસુર, અંબાજી (ગુજરાત)
8. મહાશિરા – પશુપતિનાથ મંદિર પાસે (નેપાળ)
9. દાક્ષાયની – માનસરોવર (કૈલાસ)
1૦. વિમલા – ઉત્કલ (ઓડિશા)
11. ગંડકી ચંડી – પોખરા (નેપાળ)
12. દેવી બાહુલા – પં. બંગાળ
13. મંગલ ચંદ્રિકા – પં. બંગાળ
14. ત્રિપુરસુંદરી – ત્રિપુરા
15. ભવાની – બાંગ્લાદેશ
16. ભ્રામરી – પં. બંગાળ
17. કામાખ્યા – ગુવાહાટી (આસામ)
18. જુગાડયા – પં. બંગાળ
19. કાલીપીઠ – કોલકાતા
2૦. લલિતા- અલાહાબાદ (ઉત્તરપ્રદેશ)
21. જયંતી – બાંગ્લાદેશ
22. વિમલા મુકુટ – પં. બંગાળ
23. મણિકર્ણી – વારાણસી (ઉત્તરપ્રદેશ)
24. શ્રવણી – તામિલનાડુ
25. સાવિત્રી – હરિયાણા
26. ગાયત્રી – અજમેર (રાજસ્થાન)
27. મહાલક્ષ્મી – બાંગ્લાદેશ
28. કાંચી – પં. બંગાળ
29. કાલી – મધ્ય પ્રદેશ
3૦. નર્મદા – અમરકંટક (મધ્યપ્રદેશ)
31. શિવાની – ઉત્તરપ્રદેશ
32. ઉમા- ઉત્તરપ્રદેશ
33. નારાયણી- તામિલનાડુ
34. વારાહી – ગુજરાત
35. અર્પણ – બાંગ્લાદેશ
36. શ્રી સુંદરી – આંધ્રપ્રદેશ
37. કપાલીની – પં. બંગાળ
38. ચંદ્રભાગા – પ્રભાસ – સોમનાથ (ગુજરાત)
39. અવંતિ- ઉજ્જૈન (મધ્યપ્રદેશ)
4૦. ભ્રામરી – નાસિક (મહારાષ્ટ્ર)
41. વિશ્વેશ્વરી – આંધ્રપ્રદેશ
42. રત્નાવલી – પં. બંગાળ
43. અંબિકા – ભરતપુર (રાજસ્થાન)
44. મિથિલા – ભારત – નેપાળ બોર્ડર
45. નલહાટી – પં. બંગાળ
46. જયદુર્ગા – અજ્ઞાત
47. મહિષર્મિદની – પં. બંગાળ
48. યશોરેશ્વરી – બાંગ્લાદેશ
49. ફુલ્લરા – પં. બંગાળ
5૦. નંદિની – પં. બંગાળ
51. ઇન્દ્રક્ષી – લંકા

Wednesday, 12 September 2018

કટાર લેખન : ખોટી ધારણા એજ વહેમ "शिवाधिन" Mehul Brahmbhatt

"शिवाधिन"

કટાર લેખન : - ખોટી ધારણા..(વહેમ )

85 % માણસ ખોટી ધારણાઓ સાથે જીવે છે. જ્યારે હકીકત અલગ છે.  માણસ જેવા લોકો સાથે રહે છે , જેવું સાંભળે છે , જેવું વાંચે છે તેવું વિચારતો થઈ જાય છે.

હાકારાત્મક બનશો તો બધુંજ પોઝીટીવ દેખાશે.
નકારાત્મક બનશો તો બધે વહેમજ દેખાશે.

હકારાત્મક બનવું પડે છે. જ્યારે નકારાત્મક સમાજ બનાવે છે.

હકારાત્મક અને નકારાત્મક ધારણાઓ મનમાં  ધારતો થઈ જાય છે. અને એ ધારણાઓથી માણસ પોતાના મસ્તિષ્કમાં જે તે વ્યક્તિનું એવું ચીત્ર બનાવી નાખે છે. જ્યારે હકીકત કઈંક અલગ હોય છે.

દા.ત :

એક વ્યક્તિ વખાણ કરે કે આ વ્યક્તિ સારી છે.
બીજી વ્યક્તિ વખાણ કરે કે આ વ્યક્તિ સારી છે. તો પછી એ વ્યક્તિ તમને સારીજ લાગશે. પણ હકિકત માં શું એ વ્યક્તિ સારી છે ???
એ એને મળ્યા પછીજ ખબર પડે.

સારુ બોલતા..! બધાને આવડે છે. માર્કેટીંગ અત્યારે મીઠા વચનો પરજ થાય છે. અને માણસ છેતરાય છે. !

માણસની બદનામી પણ આજ રીતે છે. 

આપણે લોકોની ધારણાઓ સાથે આપણી ધારણા જોડી દઈએ છીએ અને જે તે વ્યક્તિને સારો કે ખરાબ ચીત્રીએ છે.

એક બહુજ મીઠું બોલતો હોય , સારુ સારુ બોલતઓ હોય  પણ એનો સ્વભાવ હંમેશા બીજાને છેતરીને કે એનો ઉપયોગ કરીને પોતાનો ફાયદો કરવાનો હોય તો એ માણસ સારો !!!

અને એક માણસ કડવું અને સાચું બોલવાની આદત હોય , સ્વભાવે ગુસ્સા વાળો હોય , પણ કોઈને છેતરવાનો કે હરામનો ખાવાનો સ્વભાવ  હોય તો તે ખરાબ કઈ રીતે હોઈ શકે !!!

જે લોકો હંમેશા બીજાની નિંદાજ કરતા હોય એ લોકો શું તમારી નિંદા નહી કરતા હોય !!

જે લોકો હંમેશા બીજાને છેતરવાના પ્લાન  બનાવતા હોય શું એવા લોકો તમને નહી છેતરે ?

આ વાત થઈ લોકો પ્રત્યેની ખોટી ધારાણા !!

લોકો કહે સારા , એ કદાચ સારા પણ ન હોય
લોકો કહે ખરાબ , એ ખરાબ પણ ન હોય !!

આવીજ ધારણાઓ આપણે વેપાર , શિક્ષણ , સંબંધ બાબતે પણ બાંધી લેતા હોઈએ છીએ!.

શિક્ષણ ક્ષેત્રે આ પરીક્ષા અઘરી , આ પરીક્ષા સહેલી નથી...!!! બસ લોકો ધારણામાં પણ આપણે એ પરીક્ષાને સારી ખરાબ માનસિકતામાં ચીત્રીએ છીએ અને ડર અનુભવીએ છીએ.

ધોરણ 1 થી 9 માં તમે જે ડર અનુભવતા નથી તેનાથી 10 ઘણો ડર તમે 10માંનિઓબોર્ડ એક્ઝામમાં અનુભવો છો.!! કારણ...!! વહેમ !!

તલાટીની પરીક્ષાનું લેવલ ધોરણ 12 સુધીજ છે. યાદ રાખજો...ખોટા વહેમ ન રાખતા...!!

વેપાર અનુભવ પરથી શિખાય છે. અનુકરણે નહી એ ચોક્કસ સમજવું જરુરી છે. અનુભવજ સફળતાનો સાચ્ચો માર્ગ છે. એટલે નફો અને નુકશાન એ તો વેપારના મુખ્ય અંગો છે. ખોટા વહેમ ના રાખતા કે પેલાએ આ વેપાર કર્યો અને કમાણો તો આપણે આ વેપાર કરીએ અને કમાઈએ !!!...એનો સંધર્ષ જોજો , એની ધીરજ જોજો , એનું નુકશાન જોજો , એની મહેનત જોજો...માત્ર બેલેન્સ સીટ અને પ્રોપર્ટી જોઈને ધારણા ન બનાવી લેતા....ટુંકમાં વેપારમાં મહેનતજ છે...આરામ નથી...!! ખોટા વહેમ ન બનાવી દેતા કે એ વેપારીઓ ઝલસા કરે છે.

" આયોજન બદ્ધ મહેનત એટલે સફળતા "

ધર્મ બાબતે એવુજ છે. પણ દુખની વાત એ છે કે ધર્મ તમારા ડરના કારણે વેપાર બની ગયો છે.
ભગવાન તો એકજ છે. તમે એને કોઈ પણ નામ આપો. એ છે જ !! એ દરેક સ્વરુપે છે. ! ધર્મ ક્યારે ડરતા ન શિખવે એ તો જીવતા શિખવે. ડર તો વહેમ હોય ત્યાં હોય. !!

ઘણા લોકો ભગવાનની પુજા પણ ડરતા ડરતા કરતા હોય છે. ઘણા લોકો સ્વાર્થ વહેમમાં પોતાના ભગવાન પણ બદલી દેતા હોય છે.

આ હનુંમાનજી કરતા પેલા હનુમાનજીનું ચમત્કારી છે....!!! બોલો એક જ ભાગવાનના અલગ અલગ !!!

આ ધાર્મીક વહેમ છે. !!

ઈશ્વર એકજ છે. અને એજ સનાતન સત્ય છે.

ભગવદ ગીતામાં ક્રિષ્ણા આ ધાર્મીક વહેમ તોડતા કહે છે કે " તું મનેજ માન , હું જ બધું છું "
જેટલા પણ દેવી અને દેવતાના નામ છે એ એકજ ઈશ્વરના નામ છે.

સ્ત્રી સ્વરુપ એ મારી મતે માં અંબા છે એજ ભવાની છે !!

અને પુરુષ સ્વરુપ એ શિવ છે એજ ત્રીદેવ છે. એજ તેત્રીસ કોટી છે.

અને દરેક ધાર્મિક સ્થળ મારા માટે મંદિરજ છે. જ્યા લોકો પોતાની આસ્થા રજુ એ સ્થળ મારા માટે મંદિર સમાનજ છે.

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા , ડીસા )