જસબા બા .હંમેશા હસતો ચહેરો..."शिवाधिन"
મારી બા !!!
મહેરુસિંહ બ્રહ્મભટ્ટ (આસેડા)ના ઘરે જન્મ બધા ભાઈ બહેનોમાં મોટી બહેન અને મહેરુજીનો " મોટો દિકરો " એટલે જસબા બા !
મોટો દિકરો એટલા માટે જ્યારે સમાજમાં દિકરીઓના જન્મની સાથે દુખી થતા અને નિસાસો નાખતા એ સમયમાં મહેરુજીના પરીવારમાં દિકરીને દિકરાના તોલે ગણીને દિકરા જેટલુંજ મહત્વ મળેલ.
જસબા બાને મહેરુજી કહેતા " મારો દિકરો છે દિકરો " ...!!!
મહેરુજીએ જસબા બાને એક દિકરાની જેમજ તાલીમ આપેલી. ઘોડે સવારી , તલવાર બાજી , રાઈફલ શુટીંગ અને ખેતી શિખવાડેલી !!
જસબા બાનાઘડતરમાં એક દિકરીના ગુણો સાથે દિકરાની હિંમત આપવાનું કામ મહેરુજીએ કરેલું....!
ડર , ભય , ચિંતા તો ક્યારેય જોવા નથી મળેલા જસબાની અંદર ....!!
હંમેશા હિંમત , શૌર્ય , મહેનત , ક્રિષ્ણા ભક્તિ , એક સખત પરીશ્રમ જોવા મળેલો !!!
જસબા એટલે એક આજ્ઞાકારી પુત્રી , !
જસબા એટલે એક મોટાભાઈ જેવી બહેન !
જસબા એટલે એક આદર્શ અને હિમંતવાન પત્ની !
જસબા એટલે એક મહેનતું પ્રેમાળ માં !
જસબા એટલે એક માર્ગદર્શક મિત્ર જેવી દાદી !
જસબા એટલે એક મદદકર્તા મિત્ર !
જસબા એટલે માનવતા !! મે જોઈ છે....!!
" ખવરાયે કદી ખુટે નહી ની નીતી બાળકોને સંસ્કારમાં આપનાર એટલે " જસબા "
આધુનીક વિચારધારામાં માનનાર !
ક્રિષ્ણામાં માનનાર એટલે જસબા..બા ..!!!
એની એક વાત ....
" ખોળીયું બદલાય છે.શરીર બદલાય છે.
પણ આત્મા નહી ! આત્મા અમર છે.
એ ફરીથી જન્મ લે છે. !!! " એ ભગવદ ગીતા જાણતી હતી !!
સહનશક્તિ એની સખત હતી !!
એ અલગજ હતી !!
એ પીડામાં પણ હસતી જેથી બીજાના ચહેરા રડે નહી !
એ બધુંજ જાણતી હતી , !
એ બધાનેજ ઓળખતી હતી !
એને બધીજ ખબર હતી !
કોણે કેટલું કહેવાથી કેવી સંબંધો પર અસર થશે એ જાણતી હતી !!
માટે ઠપકા એમણેજ આપતી જે એના ઠપકા પચાવી શકે !!
એ જેને જેવું ગમે એવુંજ પિરસતી હતી !!
પણ એ એકાંતે ચોક્કસ " કાનમાં ઘણું " કહેતી હતી !!
તમે મળેલા એમને ....!!! ?? એ નિખાલસ હતી ! ! એ હકારાત્મક હતી !
હંમેશા એના સ્વભાવને તમે યાદ કરશો !!
- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )