Tuesday, 27 June 2017

છે આદત આ ગુણકારી ... "शिवाधिन" Mehul Brahmbhatt

છે આદત આ ગુણકારી  ...   ©"शिवाधीन" 

      ઓછુ બોલો , વધુ સાંભળો
                          છે આદત આ ગુણકારી
      ઓછા ખર્ચા , વધુ બચત
                          છે આદત આ લાભકારી
      ભુલો ભુતકાળ , ના વિચારો ભવિષ્ય
                              બનાવો વર્તમાન સારી
      ઓછો લોભ , ઓછી લાલચ
                         છે આદત સુખ આપનારી
      કરો હરીફાઈ , માત્ર "સ્વ" સાથે
                              બનો  ક્રિષ્ના  કર્મધારી
      ગુસ્સો , ઈર્શા , અંહકાર
                            છે આદત નુક્શાન કારી
      દારુ , જુગાર અને માંસાહાર
                           બરબાદ  કરે  બુદ્ધિસારી
     'હરિહર' મા રાખો વિશ્વાસ
                   મહાદેવ સાથે રાખો ક્રિષ્ણા યારી

   == મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા ) ==

Wednesday, 14 June 2017

ક્યારે માણસ હેરાન થાય ??  "शिवाधिन" Mehul Brahmbhatt

ક્યારે માણસ હેરાન થાય ??  " शिवाधिन "

ક્યારે પકડવી જીદ ? અને ક્યારે  છોડવી જીદ ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કરવો ગુસ્સો ? અને ક્યારે રહેવુ શાંત ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે બોલવુ સાચુ? અને કોની સામે બોલવુ સાચુ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કરવી મહેનત ?અને ક્યારે કરવા જલસા?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કઈ વાત રાખવી રહષ્ય ?અને કયારે રાખવી રહષ્ય ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કઈ વાતની કેટલી કિંમત ?અને કઈ વાતમા સમય ન વેડફવો ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કોની સલાહ સ્વિકારવા જેવી ?અને કોની વાત કાને ન ધરવા જેવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

કોને પોતાના સમજવા ?અને કોનાથી દુરી રાખવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યાં કેટલા ખર્ચ કરવા ?અને ક્યારે કેટલી બચત કરવી ?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

ક્યારે કોના પર વિશ્વાસ મુકવો ? અને ક્યારે કોના પર ભરોસોન રાખવો?
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

વધુ પડતી લાલચ , વધુ પડતી લાગણી , વધુ પડતો વિશ્વાસ , વધુ પડતો ગુસ્સો , વધુ પડતી મહત્વકાંક્ષાઓ અને તે પ્રમાણે મહેનતનો અભાવ !!
એની આવડત નથી એટલે માનવી હેરાન થાય.!

 
    ==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==

Thursday, 8 June 2017

ગુરુદેવ ક્રિષ્ણા...."शिवाधिन" Mehul Brahmbhatt

                       " शिवाधिन "

       વિધાર્થી  છે  અર્જુન અને  ગુરુદેવ ક્રિશ્ન
       પુછતા જવાબ મળે ઉકેલાય ઘણા  પ્રશ્ન
   
    ==મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા, ડીસા)==

Sunday, 28 May 2017

" કાન્હા આવુ કેમ થાય છે ? " "शिवाधिन" Mehul Brahmbhatt

" કાન્હા આવુ કેમ થાય છે ? " शिवाधिन

નથી સમજાતુ મને કે ,
       "   કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા  કેમ છેતરાય છે ?

મહેનત કરે બીજા અને
                        જો ફળ બીજા ખાય છે.
ફળ ખાનારની નજરોમા
                       એમની કદર ક્યાં થાય છે ?

નથી સમજાતુ મને કે ,
            " કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા કેમ છેતરાય છે ?

સતત ખરા  પરીશ્રમે પણ  
                    નિષ્ફળ કેમ  જવાય છે ?
શુ   ખોટા  માર્ગે
                      સફળ  થવાય    છે ?

નથી સમજાતુ મને કે ,
       "   કાન્હા આવુ કેમ થાય છે ? "
જાણે છે એ બધુ
                    છતા  કેમ છેતરાય છે ?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર એ છેતરાય છે

તુ મિત્ર ફળની આશાએ
                            કર્મ કરતો જાય છે .
સફળતા અને નિસ્ફળતાના
                    અનુભવ એટલેજ થાય છે.

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર  એ છેતરાય છે

કર્તા હું અને કર્મ પણ હું
                    તુ તો માત્ર માધ્યમ કહેવાય છે.
માધ્યમે  તુ  ક્યાં
                    દુખી અને અભિમાની થાય છે?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                            વારંવાર  એ છેતરાય છે

ઊર્જા કરો બધી એકત્રીત
                       માત્ર તમારી એક ઈચ્છા પર.
અલગ અલગ ઈચ્છાએ
                        કઈ ઈચ્છા પુરી થાય છે ?

કહ્યુ કાન્હાએ મને
                        આને આસક્તી કહેવાય છે.
લાલચ અને લાગણીઓમા
                             વારંવાર  એ છેતરાય છે.
                    
હવે ખબર પડી મિત્ર તને
                            કે આવુ કેમ થાય છે ?
અનાસક્તે સ્થિતપ્રજ્ઞે
                      જીવન સફળ અને સુખી થાય છે.

હવે સમજાયુ  મને  મહાદેવ કે
         ક્રિષ્ણાને મિત્ર અને સખા કેમ કહેવાય છે.
ભગવદ ગીતાના જ્ઞાનમા હવે
             દરેક પ્રશ્નોના જવાબ મળતા જાય છે.

      હવે સમજાયુ કે ,આવુ કેમ થાય છે .
     આસક્તિમાજ એ સદા છેતરાય છે.

-------- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા ) ---------

Wednesday, 24 May 2017

ક્રિષ્ણાજ્ઞાન : "शिवाधिन" Mehul Brahmbhatt

        "શિવાધિન"

આભાસી છે દુનીયા આખીય
છે બધા અહિ મ્રુગજળ સમાન
અનાસ્ક્તે સ્થિતપ્રજ્ઞ બનતા
મળશે ભગવાન ક્રિષ્ણાનુ જ્ઞાન

✍મેહુલ બ્રહ્મભટ્ટ .(સોતમલા , ડીસા )

મિત્ર ક્રિષ્ણા કેવા છે..." "शिवाधिन" Mehul Brahmbhatt

મિત્ર ક્રિષ્ણા કેવા છે..." શિવાધિન "

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

કોઈ દિ મિત્ર સ્વરુપે , કોઈ દિ શિક્ષક સ્વરુપે..
શબ્દો થી સમજાવતા રહે છે.

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

કોઈ દિ પ્રેમાળ સ્વરુપે , કોઈ દિ વિકરાળ સ્વરુપે.
જુદિ જુદિ રિતે પરિસ્થિતિને સમજાવતા રહે છે.

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

કોઈ દિ ફુલ સ્વરુપે , કોઈ દિ કાંટા સ્વરુપે .
સારો અને ખોટાનો ભેદ સમજાવતા રહે છે.

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

કોઈ દિ વારવાર નિસ્ફળતા સ્વરુપે , કોઈ દિ એક ભવ્ય સફળતા રુપે
જીવનને સમજતા અને જીવતા શિખવતા રહે છે.

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

આ બધુ મારુ છે ...તુ માત્ર માધ્યમ છે તેમ કહીને સુખ અને દુખમા પણ માલીક બનતા રહે છે ..

એ કોઈના કોઈ સ્વરુપે મદદ કરતા રહે છે.
સમય સાથે રુપ બદલતા રહે છે.

✍    મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )

Tuesday, 21 February 2017

અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.    "शिवाधिन" Mehul Brahmbhatt

અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.    (शिवाधीन)

આ કવિતા  મા સરસ્વતીના આશિર્વાદથી  મે મારા બ્રહ્મભટ્ટ સમાજ માટે લખી...મારા શબ્દોમા ..

મને એ વાતનો આન્ંદ છે કે આ કવિતા મને મારા 26 મિત્રો અને સબંધિઓએ ફોરવર્ડ કરી છે...

ખુબ ખુબ આભાર તમારા બધાનો ..

અમે બાર હઠના કારણે " બારોટ " છીએ..
અમે લોકોની પ્રશ્નો (ફરીયાદ )રાજાને કરનાર " રાવ " છીએ.

અમે કર્મ કરી ઈનામના હકદાર "ઈનામદાર "છીએ 
અમે રાજા અન પ્રજાના  વિશ્વાસુ "જાગીરદાર" છીએ 
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે ભારદ્વાજના સંતાન  "ભારદ્વાજ" છીએ .
અમેજ "દેવલુક" , "દશોંદી" , "નવ કટારી રાણા" છીએ
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે અજબ વાણીના વક્તા " અજબાણી " છીએ.
અમે રાજા અને પ્રજાને જોડતી વિશ્વાસની કડી છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે હસ્તિનાપુર ના સમ્રાટના મંત્રી સંજય છીયે.
અમે પ્રુથ્વી રાજ ચૌહાણના મિત્ર ચંદ બારોટ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે 1857ના સંગ્રામના રાણી લક્ષ્મિબાઈ અને તાત્યાટોપે છીએ
અમે મરાઠા રાજાઓના પેશ્વા (મંત્રી ) બાજી રાવ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે અકબરના સલાહકાર બિરબલ છીએ (शिवाधीन)
અમે સંગીતના જાણકાર તાનસેન છીએ
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે શસ્ત્ર અને શાસ્ત્રના જાણકાર છીએ 
અમે શિવ -શક્તિના ઉપાસક બ્રહ્મભટ્ટ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે ક્ષત્રિયોનુ સ્વાભિમાન છીએ 
અમે દરેક સમાજનુ સન્માન છીએ
અમે સર્વ ધર્મ સમભાવ  છીએ 
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )