Tuesday, 21 February 2017

અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.    "शिवाधिन" Mehul Brahmbhatt

અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.    (शिवाधीन)

આ કવિતા  મા સરસ્વતીના આશિર્વાદથી  મે મારા બ્રહ્મભટ્ટ સમાજ માટે લખી...મારા શબ્દોમા ..

મને એ વાતનો આન્ંદ છે કે આ કવિતા મને મારા 26 મિત્રો અને સબંધિઓએ ફોરવર્ડ કરી છે...

ખુબ ખુબ આભાર તમારા બધાનો ..

અમે બાર હઠના કારણે " બારોટ " છીએ..
અમે લોકોની પ્રશ્નો (ફરીયાદ )રાજાને કરનાર " રાવ " છીએ.

અમે કર્મ કરી ઈનામના હકદાર "ઈનામદાર "છીએ 
અમે રાજા અન પ્રજાના  વિશ્વાસુ "જાગીરદાર" છીએ 
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે ભારદ્વાજના સંતાન  "ભારદ્વાજ" છીએ .
અમેજ "દેવલુક" , "દશોંદી" , "નવ કટારી રાણા" છીએ
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે અજબ વાણીના વક્તા " અજબાણી " છીએ.
અમે રાજા અને પ્રજાને જોડતી વિશ્વાસની કડી છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે હસ્તિનાપુર ના સમ્રાટના મંત્રી સંજય છીયે.
અમે પ્રુથ્વી રાજ ચૌહાણના મિત્ર ચંદ બારોટ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે 1857ના સંગ્રામના રાણી લક્ષ્મિબાઈ અને તાત્યાટોપે છીએ
અમે મરાઠા રાજાઓના પેશ્વા (મંત્રી ) બાજી રાવ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે અકબરના સલાહકાર બિરબલ છીએ (शिवाधीन)
અમે સંગીતના જાણકાર તાનસેન છીએ
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે શસ્ત્ર અને શાસ્ત્રના જાણકાર છીએ 
અમે શિવ -શક્તિના ઉપાસક બ્રહ્મભટ્ટ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે ક્ષત્રિયોનુ સ્વાભિમાન છીએ 
અમે દરેક સમાજનુ સન્માન છીએ
અમે સર્વ ધર્મ સમભાવ  છીએ 
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )

હું "સ્વાર્થી " છુ : "शिवाधिन" Mehul Brahmbhatt

(शिवाधीन)
     હું "સ્વાર્થી " છુ કારણ કે , " હું માણસ છુ.."
                            
    છે સ્વાર્થ મારો  "કવિતા" અને "લેખોમા"
          હું " શબ્દો અને કાવ્યો " રુપે
    જીવંત રહેવા માંગુ છુ તમારી યાદોમા ....

         મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા ,ડીસા)

Monday, 20 February 2017

અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ. : "शिवाधिन" Mehul Brahmbhatt

અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.    (शिवाधीन)

આ કવિતા  મા સરસ્વતીના આશિર્વાદથી  મે મારા બ્રહ્મભટ્ટ સમાજ માટે લખી...મારા શબ્દોમા ..

મને એ વાતનો આન્ંદ છે કે આ કવિતા મને મારા 26 મિત્રો અને સબંધિઓએ ફોરવર્ડ કરી છે...

ખુબ ખુબ આભાર તમારા બધાનો ..

અમે બાર હઠના કારણે " બારોટ " છીએ..
અમે લોકોની પ્રશ્નો (ફરીયાદ )રાજાને કરનાર " રાવ " છીએ.

અમે કર્મ કરી ઈનામના હકદાર "ઈનામદાર "છીએ
અમે રાજા અન પ્રજાના  વિશ્વાસુ "જાગીરદાર" છીએ
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે ભારદ્વાજના સંતાન  "ભારદ્વાજ" છીએ .
અમેજ "દેવલુક" , "દશોંદી" , "નવ કટારી રાણા" છીએ
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે અજબ વાણીના વક્તા " અજબાણી " છીએ.
અમે રાજા અને પ્રજાને જોડતી વિશ્વાસની કડી છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે હસ્તિનાપુર ના સમ્રાટના મંત્રી સંજય છીયે.
અમે પ્રુથ્વી રાજ ચૌહાણના મિત્ર ચંદ બારોટ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે 1857ના સંગ્રામના રાણી લક્ષ્મિબાઈ અને તાત્યાટોપે છીએ
અમે મરાઠા રાજાઓના પેશ્વા (મંત્રી ) બાજી રાવ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે અકબરના સલાહકાર બિરબલ છીએ (शिवाधीन)
અમે સંગીતના જાણકાર તાનસેન છીએ
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે શસ્ત્ર અને શાસ્ત્રના જાણકાર છીએ
અમે શિવ -શક્તિના ઉપાસક બ્રહ્મભટ્ટ છીએ.
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

અમે ક્ષત્રિયોનુ સ્વાભિમાન છીએ
અમે દરેક સમાજનુ સન્માન છીએ
અમે સર્વ ધર્મ સમભાવ  છીએ
અમે સરસ્વતીપુત્ર " બ્રહ્મભટ્ટ " છીએ.

મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )

Monday, 13 February 2017

એક પ્રશ્ન પુછવો છે મિત્ર કાન્હા તને ..."शिवाधिन" Mehul Brahmbhatt

મારા શિવ જેને માનાર્થે નમે છે ...शिवाधीन
તે મિત્ર કૃષ્ણ કાળીયો મને ગમે છે ..

એક પ્રશ્ન પુછવો છે મિત્ર કાન્હા તને ...

શુુ કાન્હા તુ રમતો  રમતો હતો  ???  કે
ભવિષ્યની પરિસ્થિતિને સમજતો હતો ???

કોઈ એ તને કહ્યો છે છલ - કપટી તો..
કોઈ એ કહ્યો છે સાચો  મિત્ર નિકટી..

એક પ્રશ્ન પુછવો છે મિત્ર કાન્હા તને ...

શુ કાન્હા તુ રમતો  રમતો હતો  ???  કે
ભવિષ્યની પરિસ્થિતિને સમજતો હતો ???

શુ કાન્હા તુ રાધાને પ્રેમ કરતો હતો ???
તો પછી ગોપીઓ સાથે કેમ ફરતો હતો ???

એક પ્રશ્ન પુછવો છે મિત્ર કાન્હા તને ...

શુ કાન્હા તુ રમતો  રમતો હતો  ???  કે
ભવિષ્યની પરિસ્થિતિને સમજતો હતો ???

હતુ તારી પાસે માન - સત્તા - શક્તિ - વૈભવ ઘણુ ..તો
સુદામા જેવા ગરીબમિત્ર માટે ઉધાડા પગે કેમ દોડતો હતો ??

એક પ્રશ્ન પુછવો છે મિત્ર કાન્હા તને ...

શુ તુ કાન્હા રમતો  રમતો હતો  ???  કે
ભવિષ્યની પરિસ્થિતિને સમજતો હતો ???

મહાભારતમા શસ્ત્ર ન ઉપાડવાનુ વચન આપ્યુ હતુ ..
તો ભિષ્મપિતામહ સામે રથનુ પૈડુ કેમ ઉપાડ્ય હતુ.???

એક પ્રશ્ન પુછવો છે મિત્ર કાન્હા તને ...

શુ કાન્હા તુ  રમતો  રમતો હતો  ???  કે
ભવિષ્યની પરિસ્થિતિને સમજતો હતો ???

ધર્મયુધ્ધ માટે તને અનેક ખોટા અભિશાપો અને લાંછનો મલ્યા  ..
તો કાન્હા તારી સફાઈમા સમાજ વાળા કેમ કઈના બોલ્યા ???

એક પ્રશ્ન પુછવો છે મિત્ર કાન્હા તને ...

શુ તુ કાન્હા રમતો  રમતો હતો  ???  કે
ભવિષ્યની પરિસ્થિતિને સમજતો હતો ???

    મેહુલ બ્રહ્મભટ્ટ (સોતમલા ,ડીસા)

Friday, 3 February 2017

ઈર્ષા : નિશ્ફળતાનુ કારણ ..."शिवाधिन" Mehul Brahmbhatt

જે દુર્ગુણનો ભોગ ભગવાન પણ બન્યા છે તે છે." ઈર્ષા "

" કોઈ એક માણસને કોઈ બિજા માણસના કાર્ય થી / માણસ થી કઈંક ખોવાનો ડર ઉભો થાય અને આ ડરના કારણે ઈર્ષા કે અદેખાઈ જન્મ લેતી હોય છે."
એકજ પિતાના બે સતાંન છે .( બે સગા ભાઈ)
એક ભાઈ સતત મહેનત કરે છે અને બિજો ભાઈ આળસુ છે ( જે તે ગ્ય્કામ કરવા અક્ષમ છે)
તેને પોતાના મહેનતુ ભાઈની સફલતા જોઈને  પોતાની " પ્રતિષ્ઠા / સન્માન / વેલ્યુ  ખોવાનો ડર ઉદભવે છે. અને આ જ ડરના કારણે ઈર્ષા ઉદભવે છે.

" આળસુ ભાઈએ પોતાની મહેનત વધારવાની  જરુર છે કે સફળ ભાઈની ઈર્ષા કરવાની..???"

અને ટુંક મા કદાચ જે વ્યક્તિ સફળ થયો છે તે   ભાઈજ  છે તો શુ એની સફલતાથી સમાજ મા બિજા ભાઈનુ સન્માન નહિ વધે.????

પણ લોકો જીવનમા હકારાત્મક વિચારવાની જગ્યા એ નકારત્મકજ વિચારે છે. પોતાની ખામીઓ સુધારવાની જગ્યા એ બિજાની ખામીઓ શોધે છે.

જે લોકો હમેશા બિજા સાથે પોતાની તુલના કરે છે ત્યારે બે વાત અનુભવે છે .

(1) મને જે તે વ્યક્તિ કરતા વધારે આવડે છે
(2) મને કઈજ નથી આવડતુ.

આ બન્ને વિચાર માણસને નિશ્ફળતા તરફ લઈ જાય છે.

(1) મને જે તે વ્યક્તિ કરતા વધારે આવડે છે

આવા વિચાર કરનારે એવુ શિવ ભકત રાવણને યાદ કરવા અને તેના અંતને યાદ કરવા. ( હુ જાણુ છુ એ આત્મવિશ્વાસ છે અને હુ જ જાણુ છુ એ અહંકાર છે. )

(2) મને કઈજ નથી આવડતુ.

કોઈ માણસ જન્મથી સફળનથી હોતો પણ સમય સાથે સતત મહેનત થીજ સફળ બને છે. પ્રયત્ન કરવાથી દરેક વસ્તુ શિખી શકાય છે.( ભગવાન કૃષ્નના જીવનને સમજવાનો પ્રયત્ન કરો બધા જવાબ મળી જશે. )
તુલના કર્યા પછી જ્યારે માણસ પોતે સ્વવિકાસ માટે પ્રયત્ન નથી કરતા તે પોતાના નજીકના વ્યક્તિની સફળતાની ઈર્ષા કરે છે  અને...પોતાની સાથે સફળ વ્યક્તિ ( જે તેનો મિત્ર છે , સબંધિ છે , ભાઈ છે )ને પણ નુકશાન કરે છે.

"સફળ થવા 'સ્વ' સાથે તુલના કરો અન્ય સાથે નહી."

અને જો તમને કોઈની ઈર્ષા આવે તો ભગવાન સામે આ દુર્ગુણ દુર કરવાની શક્તિ માગો. યાદ રાખો સારા કામ માટે ભગવાન મદદ કરે છે.

મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા)