જે દુર્ગુણનો ભોગ ભગવાન પણ બન્યા છે તે છે." ઈર્ષા "
" કોઈ એક માણસને કોઈ બિજા માણસના કાર્ય થી / માણસ થી કઈંક ખોવાનો ડર ઉભો થાય અને આ ડરના કારણે ઈર્ષા કે અદેખાઈ જન્મ લેતી હોય છે."
એકજ પિતાના બે સતાંન છે .( બે સગા ભાઈ)
એક ભાઈ સતત મહેનત કરે છે અને બિજો ભાઈ આળસુ છે ( જે તે ગ્ય્કામ કરવા અક્ષમ છે)
તેને પોતાના મહેનતુ ભાઈની સફલતા જોઈને પોતાની " પ્રતિષ્ઠા / સન્માન / વેલ્યુ ખોવાનો ડર ઉદભવે છે. અને આ જ ડરના કારણે ઈર્ષા ઉદભવે છે.
" આળસુ ભાઈએ પોતાની મહેનત વધારવાની જરુર છે કે સફળ ભાઈની ઈર્ષા કરવાની..???"
અને ટુંક મા કદાચ જે વ્યક્તિ સફળ થયો છે તે ભાઈજ છે તો શુ એની સફલતાથી સમાજ મા બિજા ભાઈનુ સન્માન નહિ વધે.????
પણ લોકો જીવનમા હકારાત્મક વિચારવાની જગ્યા એ નકારત્મકજ વિચારે છે. પોતાની ખામીઓ સુધારવાની જગ્યા એ બિજાની ખામીઓ શોધે છે.
જે લોકો હમેશા બિજા સાથે પોતાની તુલના કરે છે ત્યારે બે વાત અનુભવે છે .
(1) મને જે તે વ્યક્તિ કરતા વધારે આવડે છે
(2) મને કઈજ નથી આવડતુ.
આ બન્ને વિચાર માણસને નિશ્ફળતા તરફ લઈ જાય છે.
(1) મને જે તે વ્યક્તિ કરતા વધારે આવડે છે
આવા વિચાર કરનારે એવુ શિવ ભકત રાવણને યાદ કરવા અને તેના અંતને યાદ કરવા. ( હુ જાણુ છુ એ આત્મવિશ્વાસ છે અને હુ જ જાણુ છુ એ અહંકાર છે. )
(2) મને કઈજ નથી આવડતુ.
કોઈ માણસ જન્મથી સફળનથી હોતો પણ સમય સાથે સતત મહેનત થીજ સફળ બને છે. પ્રયત્ન કરવાથી દરેક વસ્તુ શિખી શકાય છે.( ભગવાન કૃષ્નના જીવનને સમજવાનો પ્રયત્ન કરો બધા જવાબ મળી જશે. )
તુલના કર્યા પછી જ્યારે માણસ પોતે સ્વવિકાસ માટે પ્રયત્ન નથી કરતા તે પોતાના નજીકના વ્યક્તિની સફળતાની ઈર્ષા કરે છે અને...પોતાની સાથે સફળ વ્યક્તિ ( જે તેનો મિત્ર છે , સબંધિ છે , ભાઈ છે )ને પણ નુકશાન કરે છે.
"સફળ થવા 'સ્વ' સાથે તુલના કરો અન્ય સાથે નહી."
અને જો તમને કોઈની ઈર્ષા આવે તો ભગવાન સામે આ દુર્ગુણ દુર કરવાની શક્તિ માગો. યાદ રાખો સારા કામ માટે ભગવાન મદદ કરે છે.
મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા)