Friday, 9 November 2018

જીવનમાં સફળતાના સુત્રો !! "शिवाधिन" Mehul Brahmbhatt

©"शिवाधिन"  જીવનમાં સફળતાનાસુત્રો !!

1. સ્વનિર્ભર અને સ્વ કેંદ્રી બનો.!

2. સ્વ , સ્વાસ્થય(મન અને તન ) , સમય , સંબંધ (સાચા) ,ની કિંમત કરો !!

3. સેવા કરો પણ એવા લોકોની જે જરુરીયાતમંદ છે !! એ પણ નફાના અમુક ભાગમાંથી !!

4. એ માણસની હંમેશા કદર કરો જેમણે તમને તમારા ખરાબ સમયમાં તમારો સાથ નથી છોડ્યો !! મદદરુપ થયા છે !! ભલે એ કડવા  રહ્યા હોય !! યાદ રાખવી કે દવા કડવીજ હોય !!

5. સતત મહેનત કરતા રહો , આળસું ન બેસી રહો !! પણ મહેનત એ દિશામાં કરવી જોઈએ જેનું કોઈ ભવિષ્ય હોય !!  ઘણા વેપારમાં ભવિષ્ય અંધકારમય હોય છે !!  ઘણા સાહસ ઘણા ખર્ચાળ હોય છે આવી પરિસ્થિતિમાં તમારા સમય , શ્રમ અને ધનનું પરીણામ કેવું મળશે એ ખાસ ધ્યાન રાખવું જોઈએ !! અને એક ચોક્કસ દિશા નકી કર્યા પછીજ એમાં કાર્યરત રહેવું  જોઈએ !!

6. આવક કરતા ખર્ચા ન વધવા દેવા , બચતની આદત કેળવવી કારણ ' ત્રેવડ ત્રીજો ભાઈ છે ! '

7. દરેક ફળ સમય અને વાતાવરણને અનુકુલીત  પાકે છે !!  દરેક કાર્યને સફળ બનાવવા માટે એક ચોક્કસ સમય અને ઉંમર હોય છે !! જેને પરીપક્વતા પણ કહી શકાય !! જે તમને યોગ્ય સફળતા અપાવે છે.

8. ગુસ્સો , લાલચ ,  અને લાગણીમાં ( ઉત્સાહમાં )  ઘણા ખરા નિર્ણયઓ ખોટાજ લેવાય છે !! સાચા નિર્ણયો શાંત ચિતેજ લેવાય છે.

9. સ્પર્ધા ન કરો , સ્વાધ્યાય કરો અને સુધારો કરો !!

10. સમાજને દર્શાવવા માટે આર્ટીફીશ્યલ લાઈફ ન જીવો !!  તમે તમને અનુકૂળ રીયલ લાઈફ જીવો.  દેખાવ માત્ર આભાસ છે જે ક્ષણીક હોય છે અને આનંદ એ અનુભવ જે હંમેશા સાથે હોય છે.

11. કોઈને મદદરુપ થાઓ ત્યારે આશા ન રાખો કારણકે નિરાશ એ લોકો થાય છે જે આશા રાખે છે.  ન આશા , ન નિરાશા !!

12. કોઈની પર્સનલ લાઈફમાં ઈંટરફીયરીંગ ન કરો અને કોઈને તમારી પર્સનલ લાઈફમાં ઈંટરફીયરીંગ ન કરવા દો !!

13. જે લોકો તમને જેટલું મહત્વ આપે એ લોકોનું તમારા જીવનમાં એટલુંજ મહત્વ રાખો !! ન વધારે , ન ઓછું !! 

14. સન્માનીય વડીલોનું હમેશા સન્માન કરવું !

- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )