Tuesday, 18 January 2022

હાઈકુ "शिवाधीन"

"शिवाधीन"  

હાઈકુ
હાઈકુ જાપાનનો કાવ્યપ્રકાર છે

જાપાનમાં કવિઓ રાજદરબારમાં તાન્કા રજૂ કરતા . તેને મેટ્સુઓ બાશઉએ હોક્કું નામ આપ્યું જે સમય સાથે હાઈકુ તરીકે ઓળખાયું 

1913માં ઇંગ્લીશમાં એઝરા પાઉન્ડ દ્વારા પ્રથમ હાઈકુ લખાયેલું. 

1915 માં કવિગુરુ રવીન્દ્રનાથ ટાગોર જાપાન ગયા પછી હાઈકુનો પરીચય થયો. અને જાપાની કાવ્યને શીખ્યા સમજ્યા અને હાઈકુ લખ્યા.

Nick Vigilio નામના અંગ્રેજી સાહિત્યકારે હાઈકુને ’સ્ટોપ-શોર્ટ’. “Stop-short”! .કહ્યું છે.

 ગુજરાતી સાહિત્યકાર સ્નેહરશ્મી હાઇકુના પિતા ગણાય છે.

 ગુજરાતી કવિઓ શ્રી સિતાંશુ યશચંદ્ર, ધીરુભાઈ પરીખ,  
દીપ્તિ ઈનામદાર , પન્ના નાયક, બંકિમચન્દ્ર બ્રહ્મભટ્ટ , કિસન સોસા વગેરે હાઈકુના રચયિતા છે.

- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોત્તમલા , ડીસા ) 

હાઈકુ - મેહુલ બ્રહ્મભટ્ટ , Mehul Brahmbhatt



©"शिवाधीन"
પચાવી ઝેર,
ધ્યાનમાં છે શિવજી,
જીવ કલ્યાણે !!

- મેહુલ બ્રહ્મભટ્ટ (સોત્તમલા , ડીસા)

હાઈકુ - મેહુલ બ્રહ્મભટ્ટ # Mehul Brahmbhatt

©"शिवाधीन"
પચાવી ઝેર,
ધ્યાનમાં છે શિવજી,
જીવ કલ્યાણે !!

- મેહુલ બ્રહ્મભટ્ટ 
(સોત્તમલા , ડીસા)

Wednesday, 12 January 2022

જોડણી શબ્દ

©"शिवाधीन"
જોડણી થકી 
અર્થ બદલાય...!!
અર્થે પણ ન સમજાતા 
અનર્થ થાય...!!! 
સમજાય અર્થ 
જોડણીનો તો ..!!
કોયડા પણ 
સરળ થાય ...!!!
શબ્દનો વૈભવ 
તો જુઓ...!!!
એક શબ્દે,
અનેક છે અર્થ..!!!

Saturday, 11 May 2019

સફળતાનું રહસ્ય : હકારાત્મક વ્યક્તિત્વ..

" शिवाधिन "

સફળતાનું રહસ્ય : હકારાત્મક વ્યક્તિત્વ..


ઘણા માણસો પ્રયત્નશીલ હોય છે. મહેનતું હોય છે. પણ ઘણી વખત સફળતા પ્રાપ્ત નથી કરી શકતા . એ મુંજાતા પણ હોય છે કે પ્રયત્ન કરવા છતાં કેમ નિષ્ફળતા મળે છે !!


તો આનો માત્ર જવાબ એમનું વ્યક્તિત્વ અને આદતો જ આપી શકે છે.


સુખ અને દુઃખ , સફળતા અને નિષ્ફળતા જન્મ , જ્ઞાતિ , ધર્મ , દેશ જોઈને નથી મળતા એ હકારાત્મક અને નકારત્મક વ્યક્તિત્વનું પરિણામ છે.


નકારાત્મક કે હકારાત્મક વ્યક્તિત્વ કોઈ જન્મ સાથે નથી મળતા એ વડીલોના સંસ્કાર , કુટુંબ નું વાતાવરણ અને રીવાજો , ગામના અને સમાજના વિચારો દ્વારા બાળકમાં ઉછરે છે.


અને યુવાનીમાં જે તે આદત બને છે  અને સમય સાથે આં આદત રીવાજ બને છે જે આવનારી પેઢીને નકારાત્મક કે હકારાત્મક વિચારો વારસામાં આપે છે .


શું તમે આ જાણો છો ??


નકારાત્મક વ્યક્તિ કોઈ પણ સારી  પરિસ્થિતિમાં પણ હંમેશા નકારાત્મક વિચારોને જ મહત્વ આપશે અને પરેશાન થશે.


જ્યારે હકારત્મક વ્યક્તિ નકારાત્મક પરિસ્થિતિમાં પણ હકારાત્મક રીતે રસ્તો શોધીને પસાર થઈ શકે છે.


નકારાત્મક વ્યક્તિને એકની એક ટકોર વારંવાર કરવી પડે છે .


જ્યારે હકારાત્મક વ્યક્તિ માત્ર એક કે બે વખતમાં જે તે પરિસ્થિતિ સમજી શકે છે .


નકારાત્મક વ્યક્તિ દરેક વાત કે ઘટનાને નકારાત્મક રીતે જુએ છે , સમજે છે અને વર્ણવે છે .


જ્યારે હકારાત્મક વ્યક્તિ દરેક વાત કે ઘટનાને બુદ્ધિથી સમજવાની કોશીશ કરે છે. અને તેનું હકારાત્મક અનુમાન લગાવે છે.


નકારાત્મક વ્યક્તિ દરેક કાર્યમાં નકારો જ બોલે છે. અને કાર્ય ને ટાળે છે.


જ્યારે હકારાત્મક વ્યક્તિ દરેક કાર્યમાં હકારાત્મક વલણ સાથે પ્રયત્ન કરે છે.


અને કાર્ય ને સહેલી અને સફળ બનાવે છે


નકારાત્મક વ્યક્તિ ઓછા સમય માં અને ઓછા પ્રયત્નમાં સફળતા માટે વિચારે છે. એટલે શોર્ટકટ ના પ્રયત્નો કરે છે.


જ્યારે હકારાત્મક વ્યક્તિ પ્રયત્ન અને સમયને ન જોતા માત્ર સફળતા એટલે ઉદેશને જોઈને કાર્ય કરે છે.


નકારાત્મક વ્યક્તિ હંમેશા કોઈ અન્ય સાથે સ્પર્ધા માં રહે  છે અને દુઃખી થાય છે.


જ્યારે હકારાત્મક વ્યક્તિ માત્ર સ્વ સાથે સ્પર્ધા કરે છે અને સ્વની ભૂલો સુધારી સ્વને શ્રેષ્ઠ બનાવે છે.


નકારાત્મક વ્યક્તિ કાર્ય ન કરતા માત્ર વિચારો અને વાતોજ કરે છે.


જ્યારે હકારાત્મક વ્યક્તિ કાર્યને સમજી , આયોજન બનાવી અને કાર્યને સફળ બનાવવા માટે મહેનત સાથે પ્રયત્ન કરે છે.


નકારાત્મક વ્યકિત પોતાની ભૂલો ને અન્ય ઉપર થોપે છે . અને ભૂલો નથી સુધારતા .


જ્યારે હકારાત્મક વ્યક્તિ પોતાની ભૂલો સ્વીકારીને સુધારે છે.


ઈર્ષા,અદેખાઈ , કૂથલી , આળસ , લોભ , લાલચ , સ્વાર્થ અને અહંકાર ખોટો ક્રોધ અને જીદ જેવા દુર્ગુણોથી નકારાત્મક વ્યક્તિત્વ ઘડાય છે જેનાથી ડર , ભય અને નિષ્ફળતા જન્મે છે. જે દુઃખની અનુભવ કરાવે છે.


પ્રેમ ,સ્નેહ , વિશ્વાસ ,મદદ ,શ્રદ્ધા , સ્વાભિમાન , મહેનત , પ્રયત્ન , નિયમિતતા જેવા ગુણોથી હકારાત્મક વ્યક્તિત્વ ઘડાય છે જેનાથી સફળતા , પ્રેમ , આનંદ જન્મે છે. જે સુખનો અનુભવ કરાવે છે.


જો તમે તમારા બાળકને સફળ અને સુખી બનાવવા ઇચ્છતા હોવ તો બાળકને વારસા માં હકારાત્મક વિચારો આપવા જોઈએ. અને જે તે પરિસ્થિતિ માં એકલા સંઘર્ષ કરવાની આદત કેળવવી જોઈએ.


- (મેહુલ બ્રહ્મભટ્ટ - સોતમલા ,ડીસા)

Thursday, 14 February 2019

  "જીદ અને ક્રોધ : માણસના દુશ્મન " "शिवाधिन"

  "જીદ અને ક્રોધ : માણસના દુશ્મન " "शिवाधिन"

જીદ અને ક્રોધ એ માણસના અંદર રહેલા માણસના આંતરીક દુશ્મન છે. જે માણસને સતત નકારાત્મક રીતે સંઘર્ષમય પરિસ્થિતિમાં રાખે છે. માણસ સાચો હોવા છતા પણ ખોટો  સાબીત થાય છે.

ક્રોધમાં હકારત્મકતા નાશ પામે છે. જ્યારે જીદમાં હકારાત્મક શક્તિ વેડફાય છે. માટે જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા સંઘર્ષ કરો !! જીદ અને ક્રોધથી નહી !! પણ  મહેનત , પ્રેમ અને સ્નેહ થી !!

સમય , વ્યક્તિ અને પરિસ્થિતિને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ !! ચોક્કસ સફળતા મળે છે. !! ભૂલો શોધો , ભૂલો સુધારો !! ભૂલો એ સ્વભાવની ઉપજ છે. માટે ધીરે ધીરે સુધરે છે છતા સતત ભૂલો સુધારવા પ્રયત્નશીલ રહેવું જોઈએ !!

સતત સ્વ અધ્યાય અને સ્વ સુધારામાં કાર્યરત રહેવું જોઈએ !! પરિવર્તન અઘરુ છે !! પણ અશક્ય નથી !!

- મેહુલ બ્રહ્મભટ્ટ ( સોતમલા , ડીસા )